પતંજલી યોગ સમિતિ દ્વારા ટંકારામાં તા. 19, 20, 21 જુન ત્રિદિવસીય યોગ મહોત્સવ.

પતંજલિ યોગપીઠ દ્વારા ભારતના આઝાદીના 75 વર્ષ ને અનુસંધાને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતમાં 75 પવિત્ર તીર્થસ્થાનો પર યોગ મહોત્સવની વિશેષ ઉજવણી થઈ રહી છે. જેમાં આગામી 21 મી જૂન વિશ્વ યોગ દિને સ્વામી રામદેવજી મહારાજની પ્રેરણાથી પતંજલી યોગ સમિતિ દ્વારા સૌરાષ્ટ્રમાં ટંકારા, દ્વારકા, અને સોમનાથ તીર્થોમાં યોગાભ્યાસ કરાવાશે. પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજ અને આચાર્ય બાલકૃષ્ણ મહારાજે યોગને ગુફા અને શાસ્ત્રોમાંથી બહાર કાઢી ઘરે ઘરે પહોંચાડ્યો છે. અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના સંકલ્પ ને ચરિતાર્થ કરવા આગામી વિશ્વ યોગ દિવસે સ્વામી દયાનંદ સરસ્વતી ની પાવન જન્મભૂમિ ટંકારામાં મોરબી-રાજકોટ હાઇવે ઉપર ખોડિયાર મંદિર પાસે, આર્ય વિદ્યાલય ના પટાંગણમાં તા. 21/6 ને મંગળવારે સવારે 6 થી 7-30 યોગ મહોત્સવ ની વિશેષ ઉજવણી થશે. જેના પહેલા તા. 19/6 ને રવિવારે તથા 20/6 સોમવારે આ જ સ્થળે અને સમયે પ્રોટોકોલ મુજબ યોગ શિબિર નું આયોજન કરવામાં આવેલ છે. જેનો પ્રચાર અને પ્રસાર સંનિષ્ઠ સાધકો,
રાજકોટથી દક્ષિણ ગુજરાત રાજ્ય પ્રભારી લક્ષ્મણભાઈ પટેલ, અમદાવાદથી ઉત્તર ગુજરાત મહિલા પ્રભારી સોનિકાબેન, ઉપલેટા થી દિનેશભાઈ, કચ્છ પ્રભારી ભરતભાઈ ઠક્કર તથા તેની ટીમ, આદિપુર થી મહિમાબેન શારદાબેન, નયનાબેન, શોભનાબેન, ગોંડલ થી ભાવિકભાઈ પટેલ મોરબી થી મહિલા પ્રભારી ભારતીબેન રંગપરીયા, ભારત સ્વાભિમાન પ્રભારી રણછોડભાઈ જીવાણી, યોગગુરૂ નરસીભાઈ, યુવા પ્રભારી સંજયભાઈ રાજપરા, સહપ્રભારી ખુશાલભાઈ જગોદરા, કિસાન સેવા સમિતિના પ્રભારી, ભુદરભાઈ
જગોદણા, યોગ શિક્ષકો વસંતભાઈ ચારોલા, નંદલાલભાઇ મેરજા, પિયુષભાઈ કલોલા, હસુભાઈ કારોલીયા, પીનલબેન ચારોલા, મીનાબેન માકડીયા તેમજ માતૃભૂમિ વંદના ટ્રસ્ટના મહેશભાઈ ભોરણીયા, ટંકારા થી આર્ય સમાજના મંત્રી દેવજીભાઈ આર્ય, તથા આર્ય સમાજના પંડિતજી સુવાસજી તેમજ ટંકારાના યોગ શિક્ષક કંચનબેન સારેસા, ડિમ્પલબેન સારેસા, ફાલ્ગુનીબેન વાઘેલા, આસ્થાનાબેન સોહરવદી, રાધિકાબેન હિશું, મીરાબેન હિશું વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

