66 પડધરી-ટંકારા વિધાનસભાના ઉમેદવાર તરીકે સંજયભાઈ ભટાસણાની પસંદગી
મોરબી: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની ત્યારે દરેક પક્ષ પોતાના ઉમેદવારો નક્કી કરવામાં આવતા હોય છે ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા કચ્છ ભુજ, સાબરમતી, વ્યારા સહિત વધુ ૧૨ ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં મોરબી જિલ્લાની
૬૬ પડધરી-ટંકારા વિધાનસભાની બેઠક પરથી ઉમેદવાર તરીકે સંજયભાઈ ભટાસણાની પસંદગી કરવામાં આવી છે. સમાજ સેવાને સમર્પિત યુવા ઉદ્યોગપતિ સંજય ભટાસણાને ટિકીટ આપવામાં આવતા ટંકારા પંથકમાં ખુશીની લાગણી છવાઈ છે.





