Monday, May 5, 2025

પંતગ મહોત્સવ દરમ્યાન હિંદુ દેવી -દેવતાના ફોટા વાળી પંતગો બાનવવા પર પ્રતિબંધ મૂકવા મોરબી ક્રાંતિકારી સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

Advertisement
Advertisement
Advertisement

પંતગ મહોત્સવ દરમ્યાન હિંદુ દેવી -દેવતાના ફોટા વાળી પંતગો બાનવવા પર પ્રતિબંધ મૂકવા મોરબી ક્રાંતિકારી સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી: દર વર્ષે ઉત્તરાયણ પર પતંગ મહોત્સવને માણવા માટે લોકો રંગબેરંગી પતંગોની ખરીદી કરી આકાશમાં ઉડાડતા હોય છે. ત્યારે ઘણી બધી પતંગો કટ થવાથી આ પતંગો ગંદકી વાળી જગ્યાઓ પર તેમજ અન્ય ખુલ્લેઆમ નીચે પડેલી હોય છે. ગત વર્ષથી પતંગોની અંદર ભારત દેશનાં તિરંગા કલર વાળી પતંગો માર્કેટમાં મળે છે. જેમાં અશોક ચક્રનો પણ સમાવેશ કરવામાં આવે છે. જેથી એવી પતંગે ખરેખર આપણા દેશનાં તિરંગાનુ સ્વરૂપ લઈ લીધેલ કહેવાય. ગત વર્ષે ક્રાંતિકારી સેના દ્વારા આનો વિરોધ કરેલ ત્યારે સમજદાર અધિકારીઓ તેમજ દુકાનદારોએ ઘણો સહયોગ આપેલ, પરંતુ ખરેખર આવી પતંગોનું નિર્માણ ન થાય એ ખૂબ જરૂરી છે. ગત વર્ષે અમારા દ્વારા જ્યારે દેશનાં રાષ્ટ્રધ્વજ તેમજ હિન્દુ દેવી-દેવતાઓનાં અપમાન ન થાય તે માટે આવી પતંગો બનાવવા પર સરકાર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ લાદવો જોઈએ. રાષ્ટ્રહિત માટે તિરંગા પતંગ તેમજ હિન્દુ દેવી-દેવતાઓનાં ફોટાવાળી પતંગ બનાવવા પર પ્રતિબંધ મૂકતુ મોરબી જિલ્લામાં જાહેરનામું બહાર પાડવા મોરબી ક્રાંતિકારી સેના દ્વારા મોરબી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,749

TRENDING NOW