મૂળ ટંકારા તાલુકાના હીરાપર ગામના વતની અને હાલમાં ભરતનગર ખાતે રહેતા હાર્દિકભાઈ અણદાભાઈ ફેફર ઉ.29 નામના યુવાન જેતપર રોડ ઉપર આવેલ લેવીટ સિરામિક ફેકટરીમાં લોડિંગ માસ્ટર તરીકે નોકરી કરતા હોય ગત તા.14ના રોજ નોકરી પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે રંગપર નજીક કોયો સિરામિક ફેકટરી પાસે પહોંચતા ડમ્પરની સાઈડ કાપી આગળ નીકળ્યા હતા ત્યાં જ આગળ રસ્તા વચ્ચે કૂતરું આવી જતા બાઇકને બ્રેક મારતા પાછળ ફૂલ સ્પીડે આવતા જીજે – 36 – ટી – 6881 નંબરના ડમ્પર ચાલકે હાર્દિકભાઈને કચડી નાખતા બનાવ સ્થળે જ તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે તેમના મોટાભાઈ સતિષભાઈ ફેફરે મોરબી તાલુકા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.