ભુસ્તરશાત્રીશ્રી-મોરબી જે એસ વાઢેર સાહેબ તથા તેમની ક્ષેત્રીય ટીમ દ્વારા મોરબી તાલુકાના નીચીમાંડલ ગામ વિસ્તાર આસ-પાસ ખનીજ ચોરી બાબતે મળતી લેખીત/મૌખીક/ટેલિફોનીક ફરિયાદો અન્વયે તા-૧૮-૦૭-૨૦૨૪ના રોજ આકસ્મિત રેડની કામગીરી હાથ ધરવામાં આવેલ. જે રેડ દરમ્યાન એક હ્યુન્ડાઈ એસ્કેવેટર મશીન જેના ચેસીસ નં-N635D03987 તેમજ ત્રણ ડમ્પર વાહન 1) GJ-05-BT-2814 2) GJ-05-BT-2645 3) GJ-36-V-6009 જે તમામ મશીનરીના માલિકશ્રી પ્રશાંતભાઈ કુંડારીયા હોવાનું ધ્યાને આવેલ. જેથી ખનીજ ના બિન-અધિકૃત ખનન-વહન બદલ સદર તમામ મશીનરી ને સીઝ કરી નિયમોનુસાર આગળની કાર્યવાહિ હાથ ધરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી ખાણ ખનીજ વિભાગને મળેલી ફરિયાદને આધારે મોરબી તાલુકાના નીચીમાંડલ ગામ વિસ્તાર આસ-પાસ ખનીજ ચોરી મામલે દરોડો પાડી પ્રશાંત કુંડારિયા નામના શખ્સની માલિકીના એક હ્યુન્ડાઇ એસ્કેવેટર મશીન અને ત્રણ ડમ્પર ખાણ ખનીજ વિભાગે સીઝ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.