મોરબી તાલુકાના નીચી માંડલ ગામેથી બાઈક ચોરાઈ હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
મળતી માહિતી મુજબ ગત તા. ૩૨ જુલાઈના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં નીચી માંડલ ગામની સીમમાં મોરબી-હળવદ હાઇવે રોડ ઉપર તળાવના કાંઠે નોકેન સિરામીક સામે હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજીસ્ટર નં- GJ- 03-DB-9482 કોઇ ઇસમ ચોરી કરી લઇ ગયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ગઇકાલે ફરિયાદ નોંધાતા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.