નિડર અને પ્રામાણિક પોલીસ અધિકારીની છાપ ધરાવતા રાહુલ ત્રિપાઠી મોરબી એસપી તરીકે મુકાયા
(અહેવાલ: જયેશ બોખાણી)
મોરબી: રાજ્યમાં 77 જેટલા IPS/SPS અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાના એસપી તરીકે ફરજ બજાવતા સુબોધ ઓડેદરાની સીઆઇડી ક્રાઇમમાં બદલી કરાઈ છે. જ્યારે મોરબીના નવા એસપી તરીકે ગીર સોમનાથ એસપી રાહુલ ત્રિપાઠી ને મોરબી એસપી તરીકે મુકાયા છે.
મોરબી જિલ્લાના નવા એસપી તરીકે મુકાયેલા રાહુલ ત્રિપાઠી એક પ્રામાણિક અને નીડર પોલીસ અધિકારી તરીકે ઓળખાય છે. ગુનાહિત કેસોના ઝડપી નિકાલ લાવવા કરવો તથા ગુનેગારોને ઝડપી પાડવાએ તેમની વિશેષતા છે. બાળપણથી જ પોલીસમાં જોડાવવાનો રાહુલ ત્રિપાઠીને શોખ હતો. એ માટે તેમણે ઘણી મહેનત કરી હતી.
રાહુલ ત્રિપાઠીનો જન્મ ૨૩ ડિસેમ્બર 1984ના રોજ ઉત્તર પ્રદેશમાં થયો હતો. અભ્યાસમાં નાનપણથી જ તેઓ હોનહાર વિદ્યાથી હતા. IITમાંથી B.Tech કર્યા બાદ ૨૦૧૩ બેચમાં UPSC ની પરીક્ષામાં સફળતા મેળવી હતી. તેમણે ગુજરાત કેડર મળી હતી.
યોગાનું યોગ ૨૩ ડિસેમ્બરના રોજ રાહુલ ત્રિપાઠીનો જન્મ દિવસ છે. અને ૨૩ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ હૈદરાબાદમાં પોલીસ સેવાની તાલીમ શરૂ કરી હતી. પોલીસ સેવાની ઝીણવટથી વાકેફ થયા પછી તે કડક પોલીસ અધિકારી બની ગયા. ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં તેમની આઠ વર્ષની કારકિર્દીમાં રાહુલ ત્રિપાઠીએ નિર્ભય પોલીસ અધિકારી તરીકે પોતાની ઓળખ બનાવી હતી. પોલીસ સેવા સાથે જરૂરિયાતમંદોની પણ મદદ કરી હતી.
૨૦૧૩ બેચના પોલીસ અધિકારી અમદાવાદમાં ઝોન-૩માં ડીસીપી તરીકે ફરજ બજાવી. તે દરમ્યાન તેમણે ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવા ઉપર વધુ ભાર મુક્યો હતો. ત્યાર પછી ગુજરાતના ગીર સોમનાથમાં એસપી તરીકે બદલી કરવામાં આવી હતી. ગીરમાં તેમણે પોલીસ વિભાગમાં સુધારો કર્યો અને ‘પોલીસ કેપ્ટન’ તરીકે જુનિયરોને પ્રોત્સાહિત કરવામાં કોઈ કસર છોડી ન હતી. ગીર સોમનાથમાં એસપીનો હોદ્દો સંભાળતા તેમણે કોરોના સમયમાં સમાજના દરેક વર્ગની મદદને પ્રાથમિકતા આપી હતી. સાથે લોકોને કોરોના માર્ગદર્શિકાનુ પાલન કરવા માટે જાગૃત કર્યા હતા. તે સમયે તેઓ પણ કોરોના સંક્રમિત થયા હતા. અને સ્વસ્થ થતા ફરી ઉત્સાહ સાથે ફરછ સાથે સામજની સેવાનું કાર્ય શરૂ કર્યું હતું. હાલમાં ગીર સોમનાથથી રાહુલ ત્રિપાઠીની મોરબી જિલ્લા એસપી તરીકે મુકવામાં આવ્યા છે.