(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)
ટંકારા તાલુકા મથકે નારી ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે ટંકારા તાલુકાના I.C.D.S ના નવા બિલ્ડીંગનો ગઇકાલે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
આ તકે જયંતીભાઈ પડસુબીયા (કારોબારી ચેરમેન, મોરબી જીલ્લા પંચાયત), તાલુકા પંચાયત ટંકારાના પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયા, જીલ્લા પંચાયતના સદસ્ય પતિ અશોકભાઈ ચાવડા, કોમલબેન ઠક્કર (પ્રોગ્રામના ઓફિસર), I.C.D.S વિભાગ જિલ્લા પંચાયત મોરબીના હર્ષવર્ધન જાડેજા, તાલુકા વિકાસ અધિકારી સુધાબેન લશ્કરી, ICDS કચેરી ટંકારાના કર્મચારીઓ, તાલુકા પંચાયત સ્ટાફ, ટંકારા તાલુકા ભાજપ અગ્રણીઓ, ભાજપના હોદ્દેદારો તેમજ ભાજપ યુવા કમિટીની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયેલ હતો.