નારણકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલબેગ તથા નોટબુકનું વિતરણ
(અહેવાલ: જયેશ બોખાણી દ્વારા)
મોરબી: મુળ નારણકા ગામના વતની અને હાલ મોરબી રહેતા ભરતભાઈ મોરડીયા દ્વારા નારણકા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાથીઓને સ્કૂલબેગ વિતરણ કરવામાં આવ્યા હતા.

નારણકા ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૩૮ વિદ્યાર્થીઓને ભરતભાઈ મોરડીયા દ્વારા સ્કૂલબેગ વિતરણનું કરવામાં આવ્યું હતું. સાથે આંગણવાડીના ભૂલકાઓને પણ બેગ આપવામાં આવી હતી. જ્યારે તેમના મોટાભાઈ પ્રવિણભાઈ જીવરાજભાઈ મોરડીયા તરફથી તમામ વિદ્યાથીઓને નોટબુકો આપવામાં આવી હતી. આ તકે શાળાના શિક્ષક નૂતનબેન શેરસીયા, શિક્ષક દક્ષાબેને ભરતભાઈ તથા પ્રવીણભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભરતભાઈ મોરડીયા મોરબી રહેવા છતાં નારણકા ગામની પ્રાથમિક શાળા તથા વિદ્યાથી પ્રત્યે સતત પ્રેમ દાખવી રહ્યા છે. ભરતભાઈ દ્વારા પ્રાથમિક શાળામાં ગત વર્ષ પણ શૈક્ષણીક કીટ તથા સ્કુલ બેગ આપવામાં આવી હતી. જ્યારે તેમના મોટાભાઈ પ્રવિણભાઈ પણ પ્રાથમિક શાળાના દરેક કામમાં ખડે પગે રહે છે.