મોરબી તાલુકાના નારણકા ગામે વાડીમાં ઝેરી દવાના છટકાવ વેળાએ ઝેરી દવાની અસર થતા યુવાનનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નારણકા ગામે રહેતા નાનજીભાઈ અન્યાભાઈ દાણા ગઈકાલ તા.૧૪ના રોજ વાડીએ દવાનો છટકાવ કરતા હોય જે ઝેરી દવાની અસર થતા પ્રથમ ખાનગી હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડાયા હતા બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતાં જેઓનુ ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માતે મોત દાખલ કરી આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસે હાથ ધરી છે.