મોરબી તાલુકાના નાની વાવડી ગામે તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમોને મોરબી તાલુકા પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાની વાવડી ગામે ભુમિ ટાવર, ફ્લેટ નં-૨૦૩, અમરશીભાઈ રાઘવજીભાઈ રૂપાલાના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ અમરશીભાઇ રાઘવજીભાઇ રૂપાલા, દુર્લભજીભાઇ મોહનભાઇ રૂપાલા, ચંદુલાલ નરશીભાઇ સંઘાણી, લખમણભાઇ બાબુભાઇ ગોગરા, મનસુખભાઇ બાબુભાઇ જીલરીયા, જયકિશન યોગેશભાઇ ખાંભરા (રહે બધાં નાની વાવડી, ગામે. તા.જી.મોરબી) નેં રોકડ રકમ રૂ. ૬૯,૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીઓને મોરબી તાલુકા પોલીસે પકડી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.