મોરબી તાલુકાના નાની વાવડી ગામે આધેડે ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાની વાવડી ગામે કબીર આશ્રમ પાસે રહેતા સુરેશભાઈ ધનજીભાઈ સુરાણી (ઉ.વ.૫૮) એ ગઈ કાલના રોજ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.