Tuesday, March 10, 2026

નસીતપર ગામે રબારી સમાજ દ્વારા તા.૧૨ના દુધરેજ ધામના સંતોના સામૈયા, ધર્મસભા તથા સંતવાણી યોજાશે; સમસ્ત મચ્છુકાંઠા તેમજ હાલાર રબારી સમાજ દ્વારા.૧૩ ના રોજ નસિતપર થી દુધરેજધામ સુધી સદગુરુ ગૌરવ યાત્રા નીકળશે

Advertisement
Advertisement
Advertisement

નસીતપર ગામે રબારી સમાજ દ્વારા તા.૧૨ના દુધરેજ ધામના સંતોના સામૈયા, ધર્મસભા તથા સંતવાણી યોજાશે; સમસ્ત મચ્છુકાંઠા તેમજ હાલાર રબારી સમાજ દ્વારા.૧૩ ના રોજ નસિતપર થી દુધરેજધામ સુધી સદગુરુ ગૌરવ યાત્રા નીકળશે

મોરબી: શ્રી વડવાળા મંદિર દુધરેજધામથી પધારેલ પ.પુ.નિર્મોહી પિઠાધિશ્વર અનંત શ્રી વિભુષિત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી મહારાજ તથા સંતોની મંડળીની પાવન પધરામણી પ્રસંગે સર્વે રબારી સમાજને નસિતપર ખાતે પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં નસીતપર ખાતે સંતોના સામૈયા તારીખ ૧૨-૦૧-૨૦૨૩ ને ગુરૂવાર ના રોજ બપોરે ૨ વાગે કરવામાં આવશે, તેમજ સાંજે ૪ થી ૬ ધર્મસભા યોજાશે તથા સાંજના ૭ વાગે પ્રસાદ રાખેલ છે અને રાત્રે ૯ કલાકે સંતવાણી રાખેલ છે જેમાં ગાયક કલાકાર વાઘજીભાઇ રબારી (લોક સાહિત્યકાર) હેતલબેન રબારી (ભજનિક) રાજુભાઇ આહીર (લોક સાહિત્યકાર), ધવલ રાયકા (લોકગાયક), તથા સંતો ભજન ગાય શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે .

શ્રી વડવાળા મંદિર દુધરેજધામ થી પધારેલ પ.પૂ. મહંત શ્રી તેમજ સંતોની મંડળી નું સમસ્ત મચ્છુકાંઠા તેમજ હાલાર રબારી સમાજ દ્રારા નસીતપર (મોરબી) થી શ્રી વડવાળા મંદિર દુધરેજધામ (સુ.નગર) સુધી તા ૧૩-૦૧ -૨૦૨૩ ના રોજ (વાજતે-ગાજતે) સદગુરુ ગૌરવ યાત્રાનું આયોજન કરેલ છે તો સમસ્ત નાત વિહોતરને આ યાત્રામાં જોડાવવા પૂ. બાપુનું ભાવ ભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ યાત્રાને ગાયક કલાકાર દશરથ ગોવાળીયો તથા હેતલબેન રબારી તા. ૧૩-૦૧-૨૦૨૩ને શુક્રવારના રોજ સવારે ૯:૦૦ કલાકે નસીતપરથી યાત્રા પ્રસ્થાન કરાવશે.

Related Articles

Total Website visit

1,595,239

TRENDING NOW