જોડિયા માં સુવિધા પથ પર પડયા ભ્રષ્ટાચાર ના ખાડાં _!
જોડિયા :- ગુજરાત માં કોઈ પણ સરકાર ની વિકાસ કામો ની ગુણવત્તા અને ગેરેંટી તાલુકા મથક જોડિયા માટે કયારે સિધ્ધ થયેલ નથી,જેના કારણે ગામલોકો માટે તકલીફ ભોગવવા વારો આવે છે. પ્રજાકીય સુવિધા ના નામે સરકાર દ્વારા યોજના ના લાભ ગામલોકો ને બદલે તંત્ર અને કામ ના એજન્સી ને આર્થિક રીતે વધુ ફાયદો પહોચાડે છે , ડબલ એન્જીન સરકાર અને સુત્ર સબકા સાથ સબકા વિકાસ જે લોકો ની સાથે વિશ્વાસધાત સાબિત થઈ રહ્યું છે ભુગર્ભ ગટર યોજના થી માંડીને સી સી રોડ ના નિર્માણ માં લોટ પાણી લાકડાં ની કહેવત ગામમાં ચરિતાર્થ તરીકે જોવાઈ રહી છે, જોડિયા ની લોકશાહી માં ગામના જાહેર રસ્તોઓ ઠેર ઠેર ખાડો લોકો ને અનુભવ પુરુ પાડવામાં સક્ષમ છે, તાજેતરમાં નિર્માણ પામેલ સુવિધા પથ પર નવીનતમ ખાડોઓ નો અવતાર જોવા મળેલ. વર્ષ ૨૩/૨૪ દરમ્યાન જોડિયા ના એક ભાગ માં સુવિધા પથ ના નામે પોણાં બે કરોડ ના લાગત થી સી. સી . રોડ નું નિર્માણ કાર્ય કરાયું હતું,આજે ઉપરોકત રોડ પર ખાડોઓ જોવા મળી રહયા છે તંત્ર દ્વારા સમય રહેતાં રોડ પર સમારકામ નહિ કરાય તો ખાડાઓ નો આકાર વધશે અને વાહન ચાલકો માટે વની મુસીબત માં વધારો_! અહેવાલ- રમેશ ટાંક જોડિયા. ૩૦/૭/૨૪.