માળીયા (મી.) તાલુકાના નવી અજીયાસર ગામ નજીકથી છરી સાથે એક ઈસમને માળીયા (મી) પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી.) તાલુકાના નવી અજીયાસર ગામ નજીક આરોપી હબીબભાઈ હાજીભાઈ જંગીયા (ઉ.વ.૩૩. રહે. નવી અજીયાસર ગામ. માળીયા) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા માળીયા (મી.) પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





