Sunday, March 8, 2026

નવા એસ પી મુકેશ પટેલ સૌથી પેલા ન્યાય પ્રજાને આપશે કે પોલીસ ને ?

Advertisement
Advertisement
Advertisement

નવા એસ પી મુકેશ પટેલ સૌથી પેલા ન્યાય પ્રજાને આપશે કે પોલીસ ને ?

ગુજરાત ભર માં ૧૦૫ આઈ પી એસ ની બદલી થઈ જેમાં મોરબી થી રાહુલ ત્રિપાઠી ની જગ્યા પર નવા એસ પી તરીકે મુકેશ પટેલ ની નિમણૂક કરવામાં આવી અને તેવોએ ચાર્જ પણ સંભાળી લીધેલ છે,મુકેશ પટેલ માટે મોરબી તદન નવું છે આ અગાઉ તેવો ક્યારે ફરજ કામ માટે પણ મોરબી આવેલ નથી

આમ તો ઉચ્ચ અધિકારીઓ ની બદલી અને બઢતીની રાહ ફક્ત પોલીસ બેડા પૂરતી સીમિત હોઈ છે પરતુ મોરબીમાં પ્રજા પણ એસ પી ની બદલી ની રાહ જોઈ રહી હોય એવું પેહલી વાર બન્યું છે

મોરબી મા લોકોને ન્યાય ની વાત તો દૂર રહી પેલા મોરબી પોલીસ ને તેની પ્રતિષ્ઠા અને આત્મ સન્માન પાછુ આપવાની જરૂર છે હાલ એવા કેટલાય પ્રમાણિક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારી ની કાબેલિયત સાઇડ પોસ્ટિંગ મા કાટ ખાઇ રહી છે જેની પાછળ એક પરિબળ જવાબદાર છે

પોઢ્યો હતો જગતનો નાથ જે ઉદરમાં એ જનની જ્યાં કેદ હતી તો બાકી રયત ના શું હાલ હશે એજ વિચાર અકળાવી મૂકે એવા જ હાલ મોરબી પોલીસ ના છે

મોરબીના ચકચારી વજેપર જમીન કોભાંડ ની તપાસ કરતી ટીમ ને મોરબી પોલીસ સહકાર તો દૂર ની વાત રહી પાણી આપતા પણ ડરતી હતી જે વાત થી આપ માહિતગાર હશો, આપે જિલ્લા નો ચાર્જ લીધો જ છે તો એક વાર એ પણ જાણી લેવું જોઈ કે દીવા જેવી ચોખી તપાસ ગાંધીનગર સુધી કેમ પહોચી ..?

મોરબીના પોલીસની પ્રતિષ્ઠા સાથે ફરજ બજાવતા અને મોરબી ક્રાઈમ ને દિગપાલ ની ધરતીના છેડા પકડી રાખ્યા એમ ગુનો કરતા પેલા પી આઈ હુકુમતસિંહ જાડેજા નો ચહેરો જોઈ ભલભલા ના ટાંટીયા ધ્રુજતા એ પી આઈ વાંકાનેર કેમ છે

માળિયા જેવા વિસ્તારમાં કડક અધિકારી સાથે સજ્જન માણસ ની છાપ ધરાવતા પી આઈ ગોહિલ ફકત સરકારી અધિકારીઓ ફરિયાદ નોંધી એટલે હાલ લીવ રિઝર્વ માં છે અને બી ડિવિઝન માં ૨૪ કલાક હાજર અને પ્રેમાળ પી આઈ વસાવા ની પણ અચાનક બદલી કેમ થઈ એ પણ જાણવું જરૂરી છે , પી એસ આઈ અને કોન્સ્ટેબલ રેન્કના સેંકડો અધિકારી આજે એક વ્યક્તિના તાબે ન થતા જીલ્લા ના છેવાડા માં નોકરી નહીં પણ દિવસો કાઢે છે

મોરબીની ઓળખ નળીયા તળિયા અને ઘડિયાળ થી થતી તેમાં આજે હનીટ્રેપ નો કારોબાર ધૂમ મચાવે છે જેની પાછળ કોણ એ પણ જાણવું જરૂરી છે જીલ્લા ના એક જવાબદાર પદ પર સ્થાપિત અધિકારી નોર્મલ ના હોય ત્યારે જેનું પરિણામ આમ લોકોને કેવી રીતે ભોગવવું પડે તે પણ જાણવું જોઈ

પી આઈ અને તેના ખાસ નો પરિવાર અઠવાડિયે ગોલ્ડ ખરીદી કરી ને થાક્યો જેથી હરામ ની કમાણી ના રોકાણ માટે બોગસ ખેડૂત ખાતેદાર બનવું પડ્યું એવી ચર્ચા આખી પોલીસ બિરાદરોમાં જોર પકડ્યું છે

મોરબીની પ્રજા ને સેવા સલામતી અને શાંતિ ત્યારે જ મળી શકે જયારે સાચા અને પ્રમાણિક અધિકારીઓ નું આત્મસન્માન પાછું મળે , જય હિન્દ

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW