મોરબીના નવલખી રોડ પર રહેતા 25 વર્ષે યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે મોરબી પોલીસે અકસ્માતે મૃત્યુનોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ પર લાયન્સનગર ગ્રીન પેલેસ એપાર્ટમેન્ટવાળી શેરીમાં કેળાના ગોડાઉન પાછળ રહેતા હર્ષદભાઈ વિનોદભાઈ મકવાણા ઉ.વ.૨૫ વાળા પોતાના ઘરે પોતાની રીતે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.