Monday, March 9, 2026

નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્વારા મોરબી ખાતે વિવિધ જાતના ફુલ છોડનું રાહતદરે વિતરણ કરવામાં આવશે.

Advertisement
Advertisement
Advertisement

નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્વારા મોરબી ખાતે વિવિધ જાતના ફુલ છોડનું રાહતદરે વિતરણ કરવામાં આવશે.

નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્વારા અવાર નવાર પ્રકૃતિ માટેના અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવતા હોઈ છે. ત્યારે નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્વારા મોરબી ખાતે રાહત દરે ફુલ છોડ અને રોપા, બિયારણ જેવી અનેક વસ્તુઓનો રાહતદરે વિતરણ કરવામાં આવશે.

નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્વારા આગામી ૯ તારીખે મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલ મહાદેવના મંદિર ખાતે વિતરણ કરવામાં આવશે જેમાં, હાથે ખાંડેલ દેશી ઓસડિયા જેવા કે સરગવા પાવડર, ડોડીનો પાવડર ત્રિફડા,હરડે,અશ્વગંધા, સતાવરી,બાવચી, અરડૂસી ના પાન, મીઠા લીમડાના પાન, સૂંઠ, સિંધાલૂણ, સંચળ, તરબૂચ, પ્લોર મધ, માટીના કુંડા,તાવડી, દેશી હાથ ઘડાવ માટીના પાટીયા, વિવિધ જાતના કઠોળ, વિવિધ જાતના શાકભાજીના બિયારણો,વિવિધ જાતના ફૂલછોડ,ઉપરાંત અલગ અલગ જાતના રોપા જેવા કે બ્લુ કોટન, મધુકામીની, ગલગોટા,મરી,નાગરવેલ, જેસતોફર, પારસ, મહાગુની,જાસૂદ, મોગરા, રસુલિયા, બહુનીયા વગેરે ના રોપા રાહતદરે મળશે. ત્યારે સવારે ૮:૩૦ થી બપોરના ૧:૦૦ વાગ્યા સુધી વિતરણ ચાલુ રહેશે.

Related Articles

Total Website visit

1,595,175

TRENDING NOW