Thursday, May 1, 2025

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન- મોરબીમાં સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી

Advertisement
Advertisement
Advertisement

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન- મોરબીમાં સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી …

તા. 27-10-2024 ના રોજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબી ના 25 પૂર્ણ થતાં સિલ્વર જયુબિલી ઉજણાવી કરેલ. વર્ષ 1999 થી સંસ્થા મોરબીમાં કાર્યરત છે. આ નિમિતે ભુતપૂર્વ વિદ્યાર્થીઓ તથા ભુતપૂર્વ સ્ટાફમિત્રોનું સ્નેહમિલન તથા સન્માન સમારોહ કાર્યક્રમ પટેલ સમાજ વાડી સનાળા મુકામે યોજાયો. સંસ્થાની જુદી જુદી ફેકલ્ટીમાં અભ્યાસ કરી ચૂકેલા ભુતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સ્ટાફે જૂના મિત્રોને મળી હર્ષના હેલાળે ચડ્યા અને સંસ્મરણો તાજા કર્યા. પોતાના ફેવરિટ ટીચર, પોતાના શૈક્ષણિક પ્રવાસની મજા, ફંકશનમાં કરેલ સમૂહ પ્રવૃતિ, પોતાને થયેલી શિક્ષા, હાલ કઈ પોસ્ટ પર છે જેવી માહિતી ઓપન માઈકના માધ્યમથી આપી. આ તકે હસી મજાક અને લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા. પોતાના પથદર્શક ગુરૂજનોને મળી ચરણ સ્પર્શ કરતાં, એકબીજાને ભેંટતા, સેલ્ફી લેતા દ્રશ્યો જોવા મળ્યા. ઘણા વર્ષો પછી જુદા જુદા સ્થળોએ સેટલ થયેલા ભુતપૂર્વ વિદ્યાર્થીઑ અને સ્ટાફનું સ્નેહ મિલન ગોઠવ્યું એ બદલ પી.ડી. કાંજીયાસાહેબ અને સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માન્યો. આ તકે ઉચ્ચ હોદા મેળવેલ, પોતાની કુનેહથી નવા ક્ષેત્રમાં ખેડાણ કરનાર, સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, કલા ક્ષેત્રમાં, સરકારી વહીવટી તંત્રમાં, આરોગ્ય ક્ષેત્રે, સરંક્ષણ ક્ષેત્રે આગળ આવેલ વિદ્યાર્થીઓ અને સ્ટાફનું સન્માન કરવામાં આવેલ. પધારેલ સર્વેને પ્રશસ્તિપત્ર આપી આપેલ. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દરેકે સાથે ભોજનનો આનંદ લીધો. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રી પી.ડી. કાંજીયાસાહેબે સમગ્ર ટીમને અભિનંદન પાઠવેલ. પ્રેસમીડિયાના મિત્રોએ પ્રિન્ટ મીડિયા અને સોસિયલ મીડિયાના મધ્યમથી આ કાર્યક્રમનુ કવરેજ પ્રસારિત કરી તે બદલ તેમનો પણ આભાર વ્યક્ત કરેલ.

Related Articles

Total Website visit

1,502,604

TRENDING NOW