નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કુલના નાના ભૂલકાઓનું મોટુ કામ નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલ હંમેશા શિક્ષણની સાથે સાથે બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન થાય એ માટે બાળકો દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ થતી જ રહે છે જ્યારે દિવાળી નજીક આવી રહી છે ત્યારે નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલના બાળકોમાં નાનપણથી જ એક સેવાભાવ ઉત્પન્ન થાય ઉપરાંત સમાજમાં જરૂરિયાતમંદ બાળકોને આપણે કઈ રીતે ઉપયોગી થઈ શકી એ ભાવના કેળવવા માટે દિવાળીની ઉજવણી જરૂરિયાત મંદ બાળકો સાથે મુલાકાત કરાવી અને તેમના હાથે જ નાના બાળકોને મીઠાઈ, કપડા તથા રમકડાની ભેટ આપીને એમની સાથે ઉજવણી કરી હતી. આ ઉપરાંત બાળકોમાં નાનપણથી જ એક કૃતજ્ઞનતાની ભાવના પણ ઉત્પન્ન થાય તે માટે

નાના ભૂલકાઓ દ્વારા કપડાં,નાસ્તો તેમજ બાળકોને ઉપયોગી ઘણીબધી વસ્તુઓ પોતાના ઘરેથી લઇ આવીને જરૂરિયાત મંદ બાળકોના ચહેરાઓ સ્મિતથી ઝળહળી ઉઠ્યા હતા
નાના બાળકોના આ મોટા કામ થી વાલીઓમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો
તમામ બાળકોને સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા તેમજ પ્રિન્સિપાલ ડૉ. મંજુ મેડમ એ ખુબ બિરદાવ્યા હતા







