મોરબીની સોનીબજાર વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સે ગૌવંશ નંદીના થાપાના ભાગે ધારદાર હથિયાર વડે ઇજા પહોંચાડતા આ બનાવ અંગે જીવદયાપ્રેમી કમલેશભાઇ ભગવાનજીભાઇ રંજા, રહે.મોરબી લીલાપર રોડ બોરીચાવાસ વાળાની ફરિયાદને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકી પણું આચરવા સબબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
ત્યારે આ બાબતે ફરિયાદ નોંધાવતા જણાવવામાં આવ્યું હતું કે,તારીખ 16 જુલાઈ 2024 ના રોજ રાત્રિના આશરે 11:30 વાગ્યાના આજુબાજુ ફરિયાદી અને હિન્દુ યુવા વાહિનીના અન્ય મિત્રોને હિન્દુ યુવા વાહિનીના શહેર પ્રમુખ ચેતનભાઇ પાટડીયા તે ફોન કરી જણાવ્યું હતું કે તાજીયા ના તહેવાર દરમિયાન કોઈ અજાણ્યા માણસે નગર દરવાજા થી આગળ ના ભાગમાં નંદી મહારાજને ધારદાર હથિયારથી થાપા ના ભાગે ઘા ઝીંકી ઈજા કરેલ છે અને નંદી મહારાજને લોહી નીકળી રહ્યું છે અને ત્યાં શેરી પાસે બેઠેલ છે તેવી વાત કરેલ, આ બાબતની પોલીસને જાણ કરતા પોલીસ તેમજ ગૌશાળાની એમ્બ્યુલન્સ આવેલ હતી અને નંદી મહારાજને યદુનંદન ગૌશાળા ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. તારે આ નંદી મહારાજ પર ધારદાર હથિયાર વડે ઘા ઝીંકનાર શખ્સ વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે એફઆઇઆર નોંધાવવામાં આવી છે