ધ્રોલ ટંકારા હાઈવે રોડ પર કારે બાઇકને હડફેટે લેતા બે ના મોત
ટંકારા: ધ્રોલ ટંકારા હાઈવે રોડ ઉપર બંગાવાડી ગામના પાટીયા નજીક રામદેવ હોટેલથી થોડે દૂર રોડ ઉપર સ્કોર્પિયો કારે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિના કમકમાટીભર્યા ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ બનાવ અંગે આરોપી કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ સુરેશભાઈ નાગજીભાઈ પરમાર (ઉ.વ.૩૦) રહે. ભાદરા ગામ તા . જોડીયા જી. જામનગરવાળાએ આરોપી સ્કોર્પિયો કાર જેના રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.સી. ૨૩૬૦ ના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫-૧૧-૨૦૨૩ ના રોજ સવારના સાડા નવેક વાગ્યા વખતે આરોપી સ્કોર્પીયો કાર રજી.નં. GJ-36-AC-2360 વાળી ના ચાલકે પોતાના હવાલા વાળી સ્કોર્પીયો કાર પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના પિતા નાગજીભાઇ ટપુભાઇ પરમાર ઉવ.૪૭ રહે. ભાદરા તા.જોડીયા જી.જામનગર તથા ફરીના કુટુબી ભાઈ પરસોતમભાઇ ઉગાભાઇ પરમાર ઉવ.૩૭ રહે. ભાદરા તા.જોડીયા જી. જામનગર વાળાને મોટરસાયકલ સાથે હડફેટે લઇ શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી સ્થળ પર મોત નીપજાવી નાસી ગયો હતો. આ બનાવ અંગે ભોગ મૃતકના પુત્ર સુરેશભાઈએ આરોપી કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૦૪(અ), એમ.વી.એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે





