ધારાસભ્ય દુર્લભજી દેથરિયા અને સિરામિક એસોસિયેશન ની રજૂવાત ફળી,ડૂબતા સિરામિક ઉદ્યોગ ને બચાવી લેવા ગાંધીનગર થી મદદના મેટાડોર રવાના…
(લંકેશ)
હાલ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ ને કારણે પ્રોપેન ગેસનો સપ્લાય ખોરવાતા વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ બંધ થઈ રહ્યો છે, યુદ્ધના કારણે તૈયાર માલનું એક્સ્પોર્ટ અટવાયું છે અને પેમેન્ટ ફસાયેલા છે જેના કારણે ઉદ્યોગ ચારેબાજુ થી ભીંસ માં મુકાયો છે, એમાં પણ ગેસ , PGVCL નું ફિક્સ ખર્ચ ,લખો શ્રમિકો ઉપર રોજગારી નું આફત આવી ગયું છે,
ભારતમાં ૯૦% ટાઇલ્સ નું ઉત્પાદન મોરબીમાં થાય છે વિશ્વમાં ચીન પછી મોરબી સિરામિક બીજા સ્થાન ઉપર છે, રોજનું સરેરાશ ૭૨ કરોડ ચોરસ મીટર નું ઉત્પાદન છે અને ૬૦ હજાર કરોડ નું વાર્ષિક ટર્ન ઓવર છે, દેશના GDP મા નોંધ પત્ર સહભાગીદારી છે
સિરામિક હાલ આવી રહેલી સમસ્યાને પહોંચી વળવા સિરામિક એસોસિયેશન ટંકારાના ધારાસભ્ય દુલાભાઈ દેથરિયાને લઈ ગાંધીનગર મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને મળવા ગયા હતા ત્યાં ફકત ફોટો સેશન કરી વાહવાહી લૂંટી હતી કેમ કે દુલાભાઈ દેથરિયા થી આજ દિન સુધી તલાટી કમ મંત્રી ની બદલી નથી થઈ, આજે સિરામિક ઉદ્યોગો દુઃખી છે એનું કારણ સિરામિક પાસે ક્યારેય અન્ય વિકલ્પ રહેતો નથી ,કહેવત પણ છે કે પટેલ પડે ત્યાં પૂરું જ હોય
મોરબીમાં ૧૯૯૫ આસપાસ સિરામિક ઉધોગ શરૂ થયો ત્યારે ભઠ્ઠીમાં ગરમી ઉત્પન્ન કરવા કેરોસીન અને ડીઝલ નો વપરાશ થતો અને ચીનમાં સિરામિક ફેકટરી ગેસિફાયર નો ઉપયોગ કરતી જેનું કોસ્ટિંગ નીચું હતું
જેથી આ ટેક્નોલોજી ભારતમાં આવી અને મેક ઇન ઇન્ડિયા માટે ભારતમાં જ કોલસાનો વિપુલ જથ્થો હોઈ મોરબીમાં પણ કોલગેસિફાયર ઇન્સ્ટોલ થયા વિદેશ થી આવતું કેરોસીન અને ડીઝલ બંધ થયું
ગેસિફાયર પ્રદૂષણ ન ફેલાવા એટલે સરકારે જ એના ધારાધોરણ નક્કી કર્યા , જેવી રીતે શરૂઆતમાં મોટરકાર માં ડીઝલ, બાદમાં પેટ્રોલ,બાદમાં ગેસ અને હવે ઇલેક્ટ્રીક કાર આવવા લાગી પણ કાર બંધ ન થઈ , એવી જ રીતે ગેસિફાયર માં પણ સમયાંતર મુજબ ફેરફાર થયા જેમાં છેલ્લે હોટ ગેસિફાયર આવ્યા જે ઝીરો લિક્વિડ ટેકનોલોજી છે અને અતિ આધુનિક પ્રદૂષણ મુકત ટેકનોલોજી છે
પરંતુ ધીરે ધીરે સિરામિક માં હરિફાય વધવા લાગી અને નેચરલ ગેસ વાળા અમુક સામંતશાહી લોકો રાજકીય માણસો સાથે મળી લઘુ ઉધોગનું ગળું દાબી દેવા ગેસિફાયરને બંધ કરવા જયચંદ ની ભૂમિકા ભજવી જેથી આજ ગેસ સામે અન્ય વિકલ્પ નહીં હોવાથી સિરામિક બંધ થવાને આરે આવ્યો
પાલનપુરના વોઇસ ઓફ ઇન્ડિયા નામનું સાપ્તાહિક છાપું ચલાવતા બાબુ સૈની નામના પત્રકાર ના ખંભાનો ઉપયોગ કરી કોલગેસ ઉપર NGT દ્વારા પ્રતિબંધ મૂકાયો , બાબુ સૈની દ્વારા ૨૦૧૨ માં હાઈકોર્ટ માં કેસ દાખલ કરાયો હતો જેને સુપ્રીમ સુધી લડી લેવા માટે પાછલા બારણે ફંડ પણ સિરામિક ના અમુક જયચંદો એ આપ્યું હતું એવી લોકચર્ચા એ જોર પકડ્યું હતું
૧૧ સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ NGT એ ગેસિફાયર ઉપર પ્રતિબંધ મૂકાયો અને ૬૦૦ કારખાનાઓ ને EDC ભરવા નોટિસ કરી હતી ત્યારે પણ ભારતમાં ૪૨૬૦ મોટા ગેસિફાયર કાર્યરત હતા અને આજે પણ છે
આ ચુકાદો આવ્યો ત્યારે પણ મોરબીની હવા નું પાર્ટીકયુંલેટ મેટર ૨.૫ થી વધારે હતું અને આજે પણ એ જ સ્થતિ છે, એક બાજુ કેન્દ્ર સરકાર મેક ઇન ઇન્ડિયા માટે કોગેસિફાયર મિશન ૨૦૩૦ ચલાવે જેમાં ગેસિફાયર ઉપર સબસીડી આપે છે અને મોરબીમાં દંડ ઉઘરાવે છે એનું કારણ મોરબીના ઉદ્યોગકરો ની મૂર્ખામી અને ઈર્ષાળુ નીતિ છે
જયા સુધી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ લઘુ ઉદ્યોગ ને સાથે લઈ કોઈ નીતિ નહીં બનાવે તો આવનાર દિવસો માં ડાયનાસોર ની જેમ સિરામિક ઉદ્યોગ પણ લુપ્ત થઈ જશે
“આપને દુશ્મન કો કભી શક કી નિગાહો સે ન દેખ ,તેરા કાતિલ તો તેરા યાર ભી હો શકતા હૈ”





