ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ગામની દીકરીને સગાઈ કરવા દબાણ કરતા પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ…
મોરબી – માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના મૂળ ગામ જેતપરના વતની આ કામના ફરિયાદીની દીકરી સાથે પોતાના પુત્રની સગાઈ કરવવા માંગતા દબાણ કરતા આરોપી પિતા અને પુત્ર દ્વારા માર મારી ત્રાસ આપવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે હાલ ફરિયાદ કંટાળી ગામ છોડી મોરબી રહેવા આવી ગયેલ હોય છતાં પણ ધાક ધમકીઓ મળતા અંતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના વતની અને હાલમાં મોરબી ખાતે શનાળા રોડ ઉપર સત્યમ પાન વાળી શેરીમાં રહેતા અને ખેતીકામ કરતા લલિતભાઈ અમરસીભાઈ કંડીયા ઉ.48 નામના ખેડૂતે મોરબી તાલુકા પોલીસ મથકમાં જેતપર ગામના આરોપી મુકેશ રૂગનાથ અમૃતિયા અને તેના પુત્ર ભાવિક મુકેશ અમૃતિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી મુકેશ રૂગનાથ અમૃતિયા લલિતભાઈને તેના પુત્ર ભાવિક સાથે સગાઈ કરવા દબાણ કરતો હોય જેથી લલિતભાઈએ ના પાડતા ગત તા.17ના રોજ લલિતભાઈ તેમના પરિવાર સાથે રાંદલ માતાજીના પ્રસંગમાં હાજરી આપવા જેતપર જતા આરોપી મુકેશ અને તેના પુત્ર ભાવિકે ફરી લલિતભાઈને કહ્યું હતું કે તું કેમ તારી પુત્રીની સગાઈ નથી કરતો ? બાદમાં જેતપર ગામે ચાની હોટલ પાસે ફડાકા ઝીકી લાલિતભાઈના ઘેર ધોકા લઈને ગયા હતા અને પિતા પુત્રએ લલિતભાઈ તેમજ તેમના પુત્રને મારી નાખવા ધમકી આપી હતી. અંતે કંટાળી મોરબી આવી ગયા હોવા છતાં પણ આરોપીઓ અવાર નવાર ધમકીઓ આપતા હોય અને ફરિયાદીની દીકરીને આરોપી ભાવિક મેસેજ અને ફોન કરતો હોય ત્યારે અંતે તાલુકા પોલીસ મથક ખાતે આરોપી પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે





