Wednesday, May 14, 2025

ધર્માદાના નાણાંની ઉઘરાણી બાબતે યુવાન પર છરી વડે હુમલો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના પીપળીયા ગામે શંકર ભગવાનના મંદિર ફરતે વરંડો બનાવવા ગામમાથી પસાર થતા રેતીના ટ્રક ચાલકો પાસેથી ધર્માદાની રકમની ઉઘરાણી બાબતે પીપળીયા રેલવે સ્ટેશન સામે માથાકૂટ કરી બે શખ્સોએ યુવકને છરીના ઘા માર્યો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના નિરુબેનનગર ખાતે રહેતા ફિરોજભાઇ હમજાનભાઇ કમોરાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના ભાઈ અબ્દુલભાઇ તથા સલીમભાઇ બન્ને પીપળીયા ગામમાં શંકરના મંદિરના ફરતે વંડો બનાવવા સારૂ રેતીની ગાડી પીપળીયા ગામમાથી પસાર થાય તેના ધર્માદાના રૂપીયા ઉઘરાવવા માટે પીપળીયા ગામના પૃથ્વીરાજસિંહે હાજરીમાં રાખેલ હતા જે હાજરીના રૂપીયા સલીમભાઇ અલીયાસભાઇ કમોરા અને અનવરભાઇ ઇકબાલભાઇ કમોરા રહે.બન્ને નિરૂબેનનગર વાળાને આપવાના બાકી હોવાથી પૈસા માંગતા બન્નેએ એક સંપ કરી અબ્દુલભાઇને છરીના ઘા મારી દેતા કિડનીમાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવારમાં દાખલ કરાયા છે. આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,504,212

TRENDING NOW