Monday, May 5, 2025

દેશમાં 100 કરોડ કોરોના રસીના ડોઝ પૂર્ણ થતાં મોરબીમાં પ્રતિકૃતિ રજૂ કરાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: દેશમાં 100 કરોડ કોરોના રસીના ડોઝ પૂર્ણ થતાં મોરબી શહેર યુવા ભાજપ દ્વારા માનવ નિર્મિત સુંદર પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી. મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારિયા મહામંત્રી રીસીપીભાઈ કૈલા અને ભાવેશભાઈ કંજારિયાના માર્ગદર્શન હેઠળ આ સુંદર પ્રતિકૃતિ રજૂ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમ નવયુગ વિદ્યાસંકુલ ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં સંકુલના ટ્રસ્ટી પી. ડી. કાંજીયા, મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કણઝારીયા, મહામંત્રી જયદીપભાઈ હુંબલ, મોરબી નગરપાલિકા ચેરમેન માવજીભાઈ કણઝારીયા, પૂર્વ શહેર યુવા મોરચાના પ્રમુખ શિવમભાઈ વિરમગામા, શહેર યુવા ભાજપ પ્રમુખ હર્ષભાઈ અગોલા, બન્ને મહામંત્રી વિક્રમભાઈ વાંક તેમજ યોગીરાજસિંહ જાડેજા, ઉપ પ્રમુખ કેયુરભાઈ પંડ્યા, અરુણભાઈ રામાવત, જયેશભાઇ ડાભી, મંત્રી શક્તિસિંહ જાડેજા તેમજ ધવલભાઈ ત્રિવેદી, શિવરાજસિંહ જાડેજા, રોહિતભાઈ સોનાગ્રા વગેરે હાજર રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,747

TRENDING NOW