“દેશના સારા ભાવિ માટે જરુર છે નેતાઓ ઉપર નિયંત્રણની’’
હાલમા જરુર છે નેતાઓના ચુંટાતા પહેલા અને ચુંટાયા પછી કડક નિયમ પાલન કરવાની, તેમની બેદ૨કારી ચલાવી ન લેવી જોઇએ.નેતાઓનુ પ્રજાની સમસ્યા પ્રત્યે બેધ્યાનપણું અને વધુ પડતું સ્વાર્થપણું સમાજમા સમસ્યાઓ વધારે છે, અધિકારીઓ પર કડક નિયમો તો લાદયા પરંતુ નેતાઓના દબાણથી અને નેતાઓના પાવરથી અધિકારીઓ ખોટું કરી રહયા છે. જો નેતાઓ ઉ૫૨ નિયંત્રણ હશે તો નેતાઓ જ અધિકારીઓને ‘‘ધુમ જાઓ’’ નો આદેશ આપશે.જેઓ લાંબા સમયથી નેતાગીરી કરતા આવ્યા છે તેમણે “જુના લાલા’’ જોયા છે તેથી તેઓ પોતાની જુંની રુઢિગત પ્રથા છોડી શકતા નથી, માટે તેઓને નવી જાતના ‘‘V. R. S.” થી નેતાગીરી છોડવાની જરુર છે.
હાલમાં જરુર છે સારી નેતાગીરીની કે જેમાં દેશદાઝ હોય,તેમજ ફ્રેશ હોય કે જેમણે કરપ્શન ઓછું જોયું હોય અને ધકકા ખાઈ ખાઈને અધિકારીઓ પાસે મજબુર ના થયા હોય તેવા નેતાઓ જો મળી જાય તો રાજયસભા તેમજ દેશની પાર્લામેન્ટ તેમજ સરકાર પર કોઇ આંગળી નહી ચીંધી શકે જેથી ખેંચતાણ ઘટશે અને નીર્ણયો પણ જડપથી લઇ શકાશે તેથી કાર્યો જડપથી થશે અને વિકાસમાં વેગ આવશે. બેકારી અને ગરીબી ઘટશે. ભારત દેશ વિકસિત દેશોની હરીફાઇ કરી અને ‘‘NO ONE’’ બનશે.
હાલના સમાજના સૌથી મોટાં આંતરિક દુશ્મનો જાણવા હોયતો આ રહયા…
૧. ભષ્ટાચારી નેતાઓ.
૨. ભષ્ટાચારી પોલીસો.
- ભ્રષ્ટાચારી ગેસ ( LPG) એજન્સી વાળાઓ.
૪. ભષ્ટાચારી પી.જી.વી.સી.એલ વાળાઓ.
૫. ભ્રષ્ટાચારી અન્ન નાગરિક પુરવઠા વિભાગ વાળાઓ.
૬. ભ્રષ્ટાચારી ખોરાક અને ઔષધ વિભાગના ફુડ સેફ્ટી વાળાઓ.
૭. ભ્રષ્ટાચારી નગરપાલિકા વાળાઓ.
૮. ભ્રષ્ટાચારી પંડિત દિન દયાળ હેઠળ રાંશન વિક્રેતાઓ.
૯. ભ્રષ્ટાચારી તાલુકા અને જીલ્લાના ખેતીવાડી શાખા વાળાઓ,
અને ભ્રષ્ટાચારી તલાટીઓ કે જેમને સેવાનો હોદો તો મળ્યો પરંતુ સેવા માં સમજતાં જ નથી.
માટે હે, નેતાઓ અને અન્ય તમામ અધિકારીઓ તમે પણ ભારત દેશનાં નાગરિક છો. તમે તાલીમ પામેલાં અને ઈન્ટેલિજન્ટ છો આજનો કીંમતી સમય શા માટે બગાડો છો…?
દેશનાં વિકાસમાં તમારી ઘણી જરુર છે અને તમારામાં સેવાની ભાવના પણ છે જ. આ નબળું વાતાવરણ તમારો શિકાર કરી શકે નહી. તમોને લોકોની સેવા બજાવવાની સર્વ શ્રેષ્ઠ તક મળી છે તો સાચી સેવા થકી આ ધરતી પર જન્મ સફળ કરો.. સંકલન : ‘ વિજય એમ.ભાયાણી’ પ્રાથૅના સંદેશ ન્યુઝ ( ચીફ બ્યુરો ) ( દેવભૂમિ દ્વારકા )
( ન્યુ વિજય ડિજીટલ સેવા કેન્દ્ર. હાઈવે રોડ સુરજકરાડી – 361347 )
નકલ રવાના :- તમામ પ્રેસ મિડિયા.
માનનીય તંત્રી શ્રી ‘વંદે માતરમ્ સાથ જણાવવાનું કે ઉપરોકત સમાચાર પ્રસિધ્ધ કરવા વિનંતી.