હળવદના જુના દેવળીયા ગામે ઘાંચી પ્લોટમાં સુરાપુરા મંદીર પાસે વોંકળાના કાઠે ખુલ્લામા જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીને હળવદ પોલીસે ઝડપી લીધા છે.
આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે
હળવદના જુના દેવળીયા ગામે ઘાંચી પ્લોટ, સુરાપુરા મંદીર પાસે વોકળાના કાઠે ખુલ્લામા જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે હળવદ પોલીસે રેડ કરી હતી. અને તીનપત્તીનો જુગાર રમતા નારાયણભાઇ મોહનભાઇ લાંઘા (રહે.હાલ સિધ્ધીવિનાયક સોસાયટી રાણેકપર રોડ હળવદ), શામજીભાઇ નરશીભાઇ ભોરણીયા (રહે.અઘારા શેરી દેવળીયા તા.હળવદ), જયંતીભાઇ ઉર્ફે વિનો રતિભાઇ મોરવાડીયા, મનસુખભાઇ ઉર્ફે રસો લક્ષમણભાઇ સાતોલા (રહે.બન્ને કોળીવાસ જુના દેવળીયા), હનુભા પ્રભાતસંગ પરમાર (રહે. દરબારવાસ જુના દેવળીયા) અને અમરશીભાઇ હરજીભાઇ અઘારા (રહે. જેતપર દેવળીયા રોડ પ્લોટમાં તા.મોરબી)ને રોકડ રકમ રૂ.10,030 સાથે ઝડપી લીધા હતા. છયે આરોપી વિરૂધ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.