દેવળીયા કુમાર પે સેન્ટર શાળામાં શીઘ્ર શબ્દ લેખન સ્પર્ધાનું આયોજન કરાયું

મોરબી: શ્રી જુના દેવળીયા કુમાર પે સેન્ટર શાળામાં શીઘ્ર શબ્દ લેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જુના દેવળિયા કુમાર પે સેન્ટર શાળામાં અભ્યાસ કરતાં ધોરણ ૧થી ૮ નાં ૧૮૫ બાળકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક બાળકે આ સ્પર્ધામાં ખુબ જ સુંદર અક્ષરે લેખન કર્યું હતું.

આ સ્પર્ધા ને અંતે ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી, મહેશ્વરી હોસ્પિટલ, મોરબી તરફથી ઇનામો આપી બાળકો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળા નાં આચાર્ય સાગરભાઇ મહેતા અને શાળાનાં સમગ્ર સ્ટાફમિત્રોએ સાથે મળીને ખુબ જ સુંદર આયોજન કરેલ હતું.
