Wednesday, June 24, 2026

દેવભૂમી દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગૃહમાંથી ચૂંટાયેલા સંસદ સભ્યોને બરતરફ કરવામાં આવતા આવેદનપત્ર આપવામાં આવ્યું 

Advertisement
Advertisement
Advertisement

દેવભૂમી દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગૃહમાંથી ચૂંટાયેલા સંસદ સભ્યોને બરતરફ કરવામાં આવતા આવેદનપત્ર આપવામાં આવ્યું 
દેવભૂમી દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયા ખાતે કલેક્ટર સાહેબ શ્રી મારફત રાષ્ટ્રપતિ મહોદય શ્રી ને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, હાલમાં ચાલી રહેલી લોકસભામાં વિરોધ પક્ષના સંસદ સભ્યો ને મોટી સંખ્યા માં એક તરફી નિર્ણય લઈને આપ ખુદશાહી પૂર્વક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, સંસદ નું પવિત્ર ગૃહ ત્યાં ચર્ચા, સૂચનો અને અ – સહમતી વ્યક્ત કરવા માટેનો જે અબાધિત બંધારણીય અધિકાર આપે છે, એ અધિકાર નું ઉલ્લંઘન થયેલું અમને આ પગલાં માં દેખાય છે, ભારત ના બંધારણીય વડા તરીકે આપને અમારી મતદાર તરીકે અને એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે વિનંતી કે સંસદ ના ગૃહ માંથી લોકસભા કે રાજ્યસભા સંસદ સભ્યોને ખુબ મોટી સંખ્યામાં બરતરફ કરવા નું આ પગલું ઇતિહાસ માં સારી રીતે નહિ નોંધાય ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે બંધારણીય રીતે જે કઈ પગલાં ભરવાની જરૂર જણાય તે પગલાં ભરવા માટે અમારી આપને વિનંતી છે,  તેમજ જે સભ્યો ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમનું તાત્કાલિક સસ્પેન્શન રદ કરવામાં આવે અને અમારો અવાજ અમારા પ્રતિનિધિ તરીકે ગૃહ માં રજુ કરવાની તક આપવામાં આવે તેવી આશા છે, વિગેરે બાબત નો ઉલ્લેખ કરી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

Related Articles

Total Website visit

1,609,190

TRENDING NOW