દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતીના હેતુસર (તા.૧૬/૦૫/૨૦૨૫)થી તા.૨૯/૦૫/૨૦૨૫ સુધી સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દેવભૂમિ દ્વારકાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ હેઠળ મળેલ સત્તાની રૂએ આ આદેશો કરવામાં આવ્યા છે. રીમોટ સેન્સીંગ, માઈનિંગ, આંતરિક સુરક્ષા, ડિફેન્સ વગરેને આ આદેશોમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની જોગવાઈઓ અનુસાર સજાને પાત્ર થશે.