દેવભૂમિ દ્વારકા જિલ્લાની B.L.A અગ્રવાલ કંપનીના છેલ્લા 1વર્ષથી ધાંધિયા શરૂ થઈ ગયેલ છે.
મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળના આરંભડા ગામ પાસે આવેલ BLA અગ્રવાલ કંપનીના છેલ્લા 1વર્ષથી ધાંધિયા શરૂ થઈ ગયેલ છે. કંપનીમાં જે પ્રમાણે સરકાર માન્ય પરમિશન લીધેલ તેમાં એવો ઉલ્લેખ છે કે અમે બહારથી કાચો માલ લઈને કંપનીમાં કોક(કોલસો) બનાવશું અને ત્યાંના સ્થાનિકોની રોજગારી પૂરી પાડસુ. પરંતુ છેલ્લા 1વર્ષથી અગ્રવાલ કંપની બહારથી જ કોક(કોલસો) મંગાવે છે અને જે જામનગર,રાજકોટ, ટાટા કંપની અને ઘડી કંપનીમાં ત્યાર કોક(કોલસો) સપ્લાય કરે છે. જે કોઈ અગ્રવાલ કંપનીનો કોક મંગાવતા હોય તો ચેતજો. કેમકે હવે અગ્રવાલ બહારથી જ ત્યાર કોક મંગાવે છે. ખાલી નમૂનો બતાવવા પૂરતો જ એક ભઠો અને એક જ ચીમની ચાલુ છે. અને અગ્રવાલ કંપનીના જે કામદારો છે તેમને ધીમે ધીમે છૂટા કરી દેવામાં આવશે અને અગ્રવાલ કંપનીએ કમિશન પર ધંધો શરૂ કરી દીધેલ છે એવી કંપનીના અંદરના કર્મચારી પાસેથી માહિતી મળેલ છે.જો સરકાર કે સ્થાનિક અધિકારીઓ ધ્યાન નહીં આપે તો કંપની અંદર કામ કરતા સ્થાનિક લોકોની અને કામદારોની રોજગારી છીનવાઈ જશે. એટ્લે સરકાર તથા સ્થાનિક અધિકારીઓ સ્થળ તપાસ કરે અને મંજૂરી લીધી તે મુજબ કામ થાય છે કે નહિ તે સાચી હકીકતથી વાકેફ થાય એવી લોક માંગણી છે. તથા નાના માણસોની રોજગારી ના છીનવાઈ જાય તેવું BLA અગ્રવાલ કંપની પાસેથી લેખિતમાં બાહેધરી લેવી જોઈએ અને પુનઃ કાચો માલ મટીરીયલ મંગાવીને બધીજ ચિમનીઓ અને ભઠ્ઠાઓ ચાલુ થાય તેવી સામાજિક કાર્યકર હરીશભાઈ પરમારની રજૂઆત છે