દેવભુમી દ્વારકા જિલ્લા ના ભાજપ માં મોટું ગાબડું સલાયા ના માજી પાલિકા પ્રમુખ સાલેમામદ ભગાડ (સાલુ પટેલ) આમ આદમી પાર્ટી માં જોડાયા..
દેવભુમી દ્વારકા જિલ્લા માં તા. 16/12/2023 ના રોજ આમ આદમી પાર્ટી યુવા પ્રદેશ પ્રમુખ બ્રિજરાજભાઈ સોલંકી જામ ખંભાળિયા ખાતે આવ્યા હતા, ત્યારે આમ આદમી પાર્ટી ના પ્રદેશ, જિલ્લા, તાલુકા અને શહેર ના હોદેદારો ની મિટીંગ યોજવામાં આવી હતી, આ તકે સમગ્ર જિલ્લા ના હોદેદારો તેમજ કાર્યકર્તાઓ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે સલાયા ના મુસ્લિમ સમાજ ના આગેવાન સાલેમામદ કરીમ ભગાડ તેઓ સલાયા શહેર ભાજપ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે, તેઓ બ્રિજરાજભાઈ સોલંકી ના હસ્તે વિધિવત રીતે આમ આદમી પાર્ટી માં જોડાયા હતા,તેમની સાથે ઇશાભાઇ કારા પૂર્વ કોર્પોરેટર તેમજ આશરે 200 જેટલા સમર્થકો સહીત જોડાયા હતા, તેમજ સલાયા ભાજપ ના પૂર્વ યુવા પ્રમુખ મુળુભા રવુભા જાડેજા પણ તેમના કાર્યકર્તાઓ સહીત વિધિવત રીતે આમ આદમી પાર્ટી માં જોડાયા હતા, બ્રિજરાજભાઈ સોલંકી દ્વારા કાર્યકર્તાઓ ના ઉત્સાહ માં વધારો કરવામાં આવ્યો હતો, તેમજ આવનારી ચૂંટણી માં સહુ સાથે મળી ને આમ આદમી પાર્ટી ના સંગઠન માં વધારો થાય અને કાર્યકર્તાઓ વધુ સંખ્યા માં જોડાય તેવી આપીલ કરવામાં આવી હતી..















