Wednesday, March 11, 2026

દેવકો પંચાળમાં જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા 51 તળાવ સાથે દિવ્ય ગ્રામ યોજના પ્રારંભ.

Advertisement
Advertisement
Advertisement

દેવકો પંચાળમાં જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા 51 તળાવ સાથે દિવ્ય ગ્રામ યોજના પ્રારંભ.

મનસુખભાઈ સુવાગીયાએ ૧૯૯૯ માં પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું તેના ૨૫ માં સિલ્વર જ્યુબીલી વર્ષ ચાલી રહ્યું હોઈ ત્યારે પોતાના આચરણથી લોકોને પ્રેરણા આપતા સૌથી વધુ ગામોમાં 500થી વધુ દિવસ અને 150 રાત્રી કઠોર શ્રમદાન કર્યું. 100 ગામોમાં લોક ફાળો આપ્યો પોતાની ફ્લોટેક કંપનીને રાષ્ટ્ર સેવાનું કેન્દ્ર બનાવીને એક દિવસના વિરમ વગર નિત્ય 14 થી 20 કલાક રાષ્ટ્ર સેવા તપ કર્યું પોતાના પૌત્રના જન્મદિવસને પશ્ચિમની ડબે કેક મીણબત્તી અંગ્રેજી ગીત વેશભૂષાથી ન ઉજવતા પોતાના પરિવાર તરફથી 30 ફૂટ ઊંચું તળાવ પાંચાળ ભૂમિને અર્પણ કરેલ હતી.

ત્યારે જળ ક્રાંતિ ટ્રસ્ટ રાષ્ટ્રને આપેલા જળ ક્રાંતિ થી ગામડાની આવકમાં વાર્ષિક 3 થી 25 કરોડ રૂપિયા તથા ઘાસચારો રોજગારીમાં બે થી ત્રણ ગણી વૃદ્ધિ થઈ છે.

જ્યારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા થી દક્ષિણનો દેવકો પંચાલ પ્રદેશ આઝાદીના 75 વર્ષ પછી પણ વિકાસથી વંચિત જળશંકટ, બેરોજગારી, ગરીબી, અંધશ્રદ્ધાથી ઘેરાયેલો પ્રદેશ છે આ પ્રદેશના ગુંદા, આણંદપુર, રોજબરી, ફુલજર આંકડિયા ગામમાં જળક્રાંતિ ટ્રસ્ટ વિશાળ અને સદીઓ સુધી ટકાઉ 51 તળાવ નિર્માણની યોજના હાથ કરેલ છે ઉપરાંત ગીર ગાય, કાઠીયાવાડી ભેંસ, પંચાળી બકરીનું શ્રેષ્ઠતમ સંવર્ધન 10,000 દેશી આંબા, લીંબુ, સીતાફળ, રાવણા થી બાગાયતી કૃષિ બીજ ગાય આધારિત પ્રકૃતિ કૃષિ 100 પ્રકારના એક લાખ દેશી કુળના વૃક્ષો ઉછેર સાથે દિવ્ય ગ્રામ યોજના સહકાર કરાશે.ત્યારે શ્રમદાન અને સૌથી અલ્પ ખર્ચમાં ટકાઉ 3000 ચેકડેમ તળાવ બાંધનાર ક્રાંતિ ટ્રસ્ટ વિશ્વની પ્રથમ સંસ્થા છે.

Related Articles

Total Website visit

1,595,319

TRENDING NOW