દારૂના 11 ગુનામાં સંડોવાયેલા અને 7 ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા આરોપીને મોરબી એલસીબીએ ઝડપી પાડયો
મોરબી: મોરબી, સુરેન્દ્રનગર તથા વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના દેશી વિદેશી દારૂના ૧૧ જેટલા ગુનામાં સંડોવાયેલઅને ૦૭ ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડ અને મોરબી એલસીબીએ ઝડપી પાડયો છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના મુજબ મોરબી તાલુકા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ હેડ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી જિલ્લાના મોરબી તાલુકા વાંકાનેર તાલુકા, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન તથા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનના દેશી- વિદેશી દારૂના સાત ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી બળવંતભાઇ જીવણભાઇ સાપરા રહે. ચોટીલા જિ, સુરેન્દ્રનગર વાળો હાલે સુરેન્દ્રનગર ખાતે હોવાની ચોક્કસ બાતમી મળતા
જે બાતમીના આધારે સ્ટાફના માણસો સાથે સુરેન્દ્રનગર, વિમલનાથ સોસાયટી, નેમીનાથ ફલેટની પાછળ,તપાસ કરતા આરોપી બળવંતભાઇ જીવણભાઇ સાપરા ઉ.વ.૩૮ રહે. ચોટીલા જિ.સુરેન્દ્રનગર હાલ સુરેન્દ્રનગર વિમલનાથ સોસાયટી,નેમીનાથ ફલેટની પાછળ, મુળ રહે. રાજપર તા. વઢવાણ જિ.સુરેન્દ્રનગર વાળો મળી આવતા મજકુર ઇસમને આજરોજ તા.૧૯/૦૯/૨૦૨૨ ના પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.