Thursday, May 1, 2025

થોરાળા હાઈસ્કુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો; દાતાઓ અને તેજસ્વી તારલાઓનુ કરાયું સન્માન

Advertisement
Advertisement
Advertisement

કલરવ ૨૦૨૪ અંતર્ગત શ્રી થોરાળા હાઈસ્કુલમાં પર્યાવરણ પ્રયોગશાળા તથા સ્કુલ રીનોવેશનના દાતા તથા તેજસ્વી વિદ્યાર્થીઓ હના સન્માન અર્થે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

થોરાળા ગામના ઉદ્યોગપતિ તથા પર્યાવરણ પ્રયોગશાળા અને ઔષધીનુંના દાતા કચરાભાઈ અંબાણી (અંબાણી ગૃપ) કાંતિલાલ મેરજા (મેટ્રિક્સ સેરા ગૃપ) તથા જયેશભાઈ રંગપરિયા (એલ ગૃપ) નું સન્માન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં લોકલાડીલા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા અન્ય રાજકીય આગેવાનો અને ગામલોકોએ ભાગ લીધો હતો.વિધાદાન એ જ મહાદાન હેઠળ ઉદ્યોગપતિઓએ આ સફળ અભિયાન પછી આવતા વર્ષે સંસ્થાના ૫૦ વરસ સુવર્ણજયંતી નિમિત્તે પ્રાથમિક શાળાને અદ્યતન બનાવી ગામને ભેટ આપવાનો સંકલ્પ કર્યો હતો. જેમા ધારાસભ્યએ પણ યોગ્ય સહકાર આપવાની બાંહેધરી આપી હતી.

કાંતિલાલ મેરજાની ચાર મહિનાની મહેનત તથા સરપંચ અમૃતલાલ અંબાણી, આચાર્ય કે.કે. પટેલ, વિનુભાઈ સાણજા તથા વિદ્યાર્થીઓ અને ગામલોકો ના સહકાર થી સંકુલ અધતન બન્યું હતું. આ કાર્યક્રમનું સફળ સંચાલન કિંજલ સાણજા તથા પ્રાથમિક શાળાના આચાર્ય પંકજ ધામેચા અને બન્ને સ્કુલના શિક્ષકોએ કર્યુ હતુ.

આ નિમિત્તે ૧૦૦થી વધુ મોટા વૃક્ષો તથા ૨૫૦થી નાના છોડ નું વાવીને ઔષધી વન બનાવ્યું હતું એ લોકાર્પણ કર્યુ હતુ. તેમજ દરેક મોટાવૃક્ષોને ક્રાંતિકારી તથા ભારતના મહાન નેતાઓના નામ સાથે જોડવામાં આવ્યા હતા

Related Articles

Total Website visit

1,502,626

TRENDING NOW