મોરબી-2 ઘટકના ઘુંટુ સેજાના ત્રાજપર ગામમાં આગણવાડી કેન્દ્ર ખાતે કિશોરીઓનું હિમોગ્લોબીન ક્વિન હરિફાઈ યોજાઇ હતી. જેમાં ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓનું HB/BMI/વજન/ઉંચાઈ કરવામાં આવી હતી. તથા કિશોરીઓને હોયસ્કોચની મદદથી રમત પોષણ, આર્યનનું મહત્વ, આર્યન મળતા ખોરાકની સમજણ તથા હિમોગ્લોબીનનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તે વિશે આરોગ્ય પોષણ શિક્ષણ આપવામાં આવ્યું હતું.
તેમજ વિજેતા કિશોરીને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના ડિસ્ટ્રીક કન્સલન (PURMA) મયુરભાઈ સોલંકી તેમજ ડિસ્ટ્રીક કોર્ડીનેટર (NNM) અશોકભાઈ કોઠીરીયા, ઘુંટુ સેજાના સુપરવાઈઝર ગામી શારદાબેન પી આરોગ્ય વિભાગના નર્સબેન સીમાબેન તથા હેતલબેન ત્રાજપરના આંગણવાડી કાર્યકરોએ આ કાર્યક્રમને ઉત્સાહપૂર્વક કામગીરી કરીને પ્રોગ્રામને સફળ બનાવેલ હતો.






