Friday, March 13, 2026

તપોવન કોમર્સ સ્કૂલ દ્વારા અજંતા ઇન્ડિયા લમિટેડ તથા Lioli ceramic pvt. Ltdની મુલાકાત લીધી

Advertisement
Advertisement
Advertisement

તપોવન કોમર્સ સ્કૂલ દ્વારા અજંતા ઇન્ડિયા લમિટેડ તથા Lioli ceramic pvt. Ltdની મુલાકાત લીધી

મોરબી: શિક્ષણની સાથે પ્રેકટીકલ પ્રવૃત્તિમાં પણ અગ્રેસર રહેતી એકમાત્ર રેસિડેન્સીઅલ તપોવન કોમર્સ સ્કૂલ દ્વારા અજંતા ઇન્ડિયા લમિટેડ તથા Lioli ceramic pvt. Ltdની મુલાકાત લેવામાં આવી હતી.

“નળિયું,તળિયું અને ઘડિયું” નાં સૂત્રથી પ્રખ્યાત એવા આપણા મોરબીનું નાક ગણાતો ઉદ્યોગ એટલે સીરામિક અને કલોક ઉદ્યોગ. જેમણે દેશના ઘણા રાજ્યોને મોટી રોજગારી પુરી પાડી છે , વિશ્વ કક્ષાએ પોતાનું નામ ઉજ્જવળ કર્યું. જેમનો દેશની અર્થવ્યવસ્થામાં પણ અમૂલ્ય ફાળો રહ્યો છે. આવા ઉદ્યોગથી પરિચિત કરવા હરહંમેશની જેમ મોખરે રહેતી જેતપરની તપોવન કોમર્સ સ્કૂલનાં ધોરણ ૧૧-૧૨ કોમર્સનાં વિદ્યાર્થીઓએ અજંતા કલોક તથા Lioli Ceramicની મુલાકાત લીધી અને અનેક પ્રકારની જ્ઞાનસભર માહિતી મેળવી હતી.

કંપની વિઝીટનો હેતુ એ છે કે
કંપની વિજીટ થકી વિદ્યાર્થીઓને કંપનીની સ્થાપના, કાર્યપદ્ધતિ, સક્સેસ સ્ટોરી, મેનેજમેન્ટ, ઉત્પાદન, માર્કેટિંગ વગેરે આયામોથી માહિતગાર કરવામાં આવે છે, જેથી તેમના વિચારોને નવી દિશા મળે અને પોતાના સપનાઓ સાકાર કરવામાં મદદરૂપ થાય.

અજંતા ઇન્ડિયા લમિટેડના તથા Lioli Ceramic નાં હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીઓને સેલ્સ, ખરીદી, ફાઈનાન્સિયલ, પ્રોડક્શન વગેરે ડિપાર્ટમેન્ટની કાર્ય પધ્ધતિથી માહિતગાર કરાવવામાં આવ્યા અને ભવિષ્યમાં સફળ બિઝનેસમેન કઈ રીતે બનવું તેના વિશે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી.

તપોવન કોમર્સ સ્કૂલના પ્રમુખ જીતુભાઇ વડસોલા તેમજ સંચાલક વિજયભાઈ કાચરોલા અને અંકિતભાઈ રૈયાણી દ્વારા અજંતા ક્લોક તથા Lioli Ceramic ટીમનો આભાર માનવામાં આવ્યો હતો.

Related Articles

Total Website visit

1,595,583

TRENDING NOW