ટી.બી હારશે, દેશ જીતશે.
“સર્વજન સુખાય, સર્વજન હિતાય”ના મંત્રને અદમ્ય વેગ આપી રહેલા આપણા ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના “પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન” અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નું ટી.બી. મુક્ત ભારત માટે નું ૧૦૦ દિવસ નું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લા ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ સાહેબ અને જિલ્લા ક્ષય અધિકારી ડો. ડી.ડી. અજાણા સાહેબ ની સૂચના અને પ્રા.આ. કેન્દ્ર લાલપર ના મેડિકલ ઓફિસર ડો. રાધિકા વડાવિયા અને સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ ના માર્ગદર્શન અનુસાર આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ના કર્મચારીઓ દિલીપ દલસાણીયા, સી.એચ.ઓ. ખુશબુ પટેલ અને ગામ ન આશા વર્કર બહેનો દ્વારા રાષ્ટ્રીય ટી.બી. અભિયાનના હેતુ અનુસાર ટી.બી. ના દર્દીઓ ને શોધી તેમને મફત દવા પુરી પાડવા ની કામગીરી હાથ ધરવા માં આવી હતી. જેના અંતર્ગત ગામ ના લોકોને ટી.બી. વિશે યોગ્ય મહિતી આપી લક્ષણ ધરાવતા લોકોના સ્ફૂટમ તપાસ તેમજ ખાસ ગામ ના ૬૦+ ઉંમર ધરાવતા વડીલો ને જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે લઈ જઈ તેમનો એક્સ રે કરાવી તેમનું નિદાન વધુ યોગ્ય કરવા માં આવેલ હતું..