Wednesday, May 14, 2025

ટીમ ગ્રીન આર્મી મોરબી દ્વારા વિશ્વયોગ દિવસની અનોખી ઉજવણી કરાઇ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: હાલ ચાલી રહેલી મહામારીમાંથી લોકોને આંશિક રાહત મળી છે. એ ખુશીની વાત છે. કોરોના કાળમાં સ્થગીત કરેલ વૃક્ષારોપણનું કાર્ય ટીમ ગ્રીન આર્મી મોરબી દ્વારા ફરી શરૂ કરવામાં આવ્યું છે.

કોરોનાના આ કપરા કાળમાં ઓક્સિજનનું શું મહત્વ છે? એ આપણે સૌ ને ખબર પડી છે. ત્યારે ઓક્સિજનના બાટલા શોધવા કરતા કુદરતી ઓક્સિજનના બાટલા વાવવા અને તેનું જતન કરીને પૃથ્વીને પાછી લીલીછમ કરવીએ આપણા સૌની નૈતિક ફરજ છે.  એ ફરજના ભાગરૂપે આ વર્ષના વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત આજના યોગ દિવસથી કરી રહ્યા છીએ, ટીમ ગ્રીન આર્મી- મોરબી દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે વાંકાનેરમાં આવેલ ગાયત્રી મંદિર પાસે શનિભાઈ બોરીચાના સાથ સહકારથી વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

Related Articles

Total Website visit

1,503,784

TRENDING NOW