Monday, March 9, 2026

ટીકર રણ ગામે વીજ કર્મચારી પર જિલ્લા પંચાયત સદસ્યના પતિનો હુમલો.

Advertisement
Advertisement
Advertisement

ટીકર રણ ગામે વીજ કર્મચારી પર જિલ્લા પંચાયત સદસ્યના પતિનો હુમલો.

હળવદ તાલુકાના ટીકર રણ ગામે વીજ ફોલ્ટ રીપેરીંગ કરવા ગયેલ હળવદ પીજીવીસીએલના બે કર્મચારીઓ ઉપર જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિએ હુમલો કરી માર મારતા બન્ને કર્મચારીઓને હાલમાં હળવદ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

ત્યારે આ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના ટીકર રણ ગામે વીજ ફોલ્ટ રીપેરીંગ કરવા ગયેલા પ્રવીણભાઈ સિંગાભાઈ કટારા અને ભરતભાઇ ધીરજલાલ ચાવડા ટીકર ગામે પહોચતા જ જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ ધર્મેન્દ્રભાઈ એરવાડિયાએ બન્નેને માર માર્યો હતો જેથી ઇજાગ્રસ્ત બનેલા બન્ને કર્મચારીઓને હાલમાં હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા જ પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હોવાનું જાણવા મળે છે.

Related Articles

Total Website visit

1,595,209

TRENDING NOW