મોરબીના નીચી માંડલ ગામે સિરામિક ફેક્ટરીમાં ટાઇલ્સના વેચાણ બાબતે ૩ શખ્સો એ આ કામના ફરિયાદી યુવાનને ધમકી આપી હોય ત્યારે યુવાને ત્રણેય શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ત્યારે હાલ પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ગામે સોનલ સોસાયટીમાં રહેતા દિવ્યેશભાઈ ભીમજીભાઈ સોલંકી (ઉ.વ.૨૭) એ આરોપી મગનભાઈ શેઠ, મહાદેવભાઈ શેઠ, વિશાલભાઈ શેઠ રહે. ત્રણેય કેરાવીટ સિરામિક કારખાનું નીચી માંડલ ગામની સીમ તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી કેરાવીટ સિરામીકમા માર્કેટીગ વિભાગમા કામ કરતા હોય અને ટાઇલ્સના વેચાણ બાબતે આરોપી ત્રણેય શખ્સોએ ફરીયાદી સાથે બોલાચાલી કરી, ગાળો તથા ધમકી આપી આરોપી મહાદેવભાઇએ ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનીત કર્યા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.