ટંકારા: કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો ત્યારે કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી હતી. મોરબી જિલ્લામાં કોરોના વધતા જતાં કેશોને લઈને હોસ્પીટલોમાં બેડ પણ મળવાં મુશ્કેલ બન્યા હતા. ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવીને મોરબીમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા.
ત્યારે શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા અને ટંકારા આરોગ્ય ટિમના સહયોગથી સર્વે જ્ઞાતિ માટે દેવ કુંવર શૈક્ષણિક સંકુલ ખાતે આઇસોલેશન સેન્ટર ચાલુ કરવામાં આવ્યું હતુ. અને કોરોનાના કપરા સમયની અંદર લોકોને કોરોનાની સારી અને સરળતાથી સારવાર આપવામાં આવી હતી. અને તેમની અંદર મહત્ત્વની ભૂમિકા જેમની હતી. તેવા દાતા અને સ્વંયમ સેવકો અને મેડિકલ ટિમને શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. અને આવા કોરોના વૉરિયર્સ ને નવાજવામાં આવ્યા હતા.





