ટંકારા: સજનપર (ઘુનડા) ગામે વૃદ્ધનું દાજી જતાં મોત નિપજ્યું હોવાનું જણાવ્યું મળ્યું છે.
મળતી માહિતી મુજબ સજનપર (ઘુનડા) ગામે રહેતા મોંઘીબેન પાલાભાઈ જાદવ (ઉ.વ.૮૦)વાળા પોતાના ઘરે દીવો પડતાં શરીરે દાજી જતાં સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાઇ છે.