Monday, March 16, 2026

ટંકારા: વિરપર ગામે પ્રાથમિક શાળાના બે શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

ટંકારા: વિરપર ગામે પ્રાથમિક શાળાના બે શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો

મોરબી: ટંકારા તાલુકાના વિરપર ગામે પ્રાથમિક શાળાના બે શિક્ષકનો આજે તા-૨૮-૦૯-૨૦૨૨ ના રોજ વિરપર ગામે વિદાય સમારોહ યોજાયો હતો. આ વિદાય સમારોહનું આયોજન વિરપુર ગ્રામ પંચાયત અને શાળા પરીવાર અને સમસ્ત ગામ દ્વારા કરવામાં આવ્યું હતું.

ટંકારા તાલુકાના વિરપર ગામે પ્રાથમિક શાળામાં છેલ્લા ૧૫ વર્ષથી તન, મન અને ધનથી સમર્પિત ભાવે કાર્ય કરનાર શિક્ષક જસમતભાઈ વી. ભેંસદડીયા અને ૨૬ વર્ષથી કાર્યરત બહેન દમયંતીબેન એમ. પટેલની ઉમદા અને ઉત્કૃષ્ટ શિક્ષણ અને સમાજ સેવાને બિરદાવવા માટે વિદાય સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

આ વિદાય સમારોહ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.એન.વિડજા તથા મુખ્ય મહેમાન કેતનભાઇ સખીયા મામલતદાર ટંકારા, હર્ષવર્ધનસિંહ જાડેજા તાલુકા વિકાસ અધિકારી ટંકારા, પુષ્પાબેન પી. કારીયા ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ, દિનેશભાઇ ગરચર મોરબી જિલ્લા નાયબ શિક્ષણ અધિકારી, શર્મીલાબેન હુંબલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ટંકારા, ગૌતમ ભિમાણી મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ટંકારા તેમજ અતિથી વિશેષ ચંદ્રીકાબેન એન. કડીવાર ચેરમેન જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિ મોરબી, હીરાલાલ ટામરીયા ચેરમેન જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ મોરબી તેમજ કમળાબેન એ. ચાવડા સદસ્ય જિલ્લા પંચાયત મોરબી તથા કલ્પેશભાઈ ફેફર બીઆરસી કો- ઓર્ડીનેટર, ટંકારા પ્રમુખ ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ , શૈલેષભાઇ સાણજા સીઆરસી ઓર્ડીનેટર લજાઈ, વિરમભાઇ દેશાઈ મહામંત્રી ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ, નીતીનભાઇ માંડવીયા લજાઈ (ક) તાલુકા શાળાના આચાર્ય સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરીવાર તેમજ વિરપર ગ્રામ પંચાયત સરપંચ
મહેશભાઈ લવજીભાઈ લીખીયા
ઉપસરપંચ મંજુલાબેન અજરામ મુંદડીયા સદસ્ય પ્રહલાદસિંહ હરુભા જાડેજા, રાજેશભાઈ સવજીભાઈ બાવરવા, સંગીતાબેન પ્રભુભાઈ બાવરવા, અલ્પાબેન મેહુલભાઈ લીખીયા, ઊર્મિબેન હર્ષદભાઈ ભુંભરીયા, મયુરભાઈ જયંતીલાલ ચાવડા, તલાટી કમ મંત્રી એ. એમ. દેત્રોજા અને સમગ્ર ગ્રામજનોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવી હતિ.

Related Articles

Total Website visit

1,597,721

TRENDING NOW