ટંકારા: મિતાણા-પડધરી હાઈવે પર રબરના કારખાનામાં લાગી આગ
મોરબી : ટંકારા તાલુકાના મિતાણા -પડધરી રોડ ઉપર ધ્રોલિયા ગામ પાસે આવેલ રબ્બરના કારખાનામાં આજે વહેલી સવારે વિકરાળ આગ લગી હતી જેને કાબૂમાં લેવા મોરબી અને રાજકોટ ફાયરબ્રિગેડ દ્વારા સતત બે ફાયર ફાયટરોથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકામાં મિતાણા -પડધરી હાઇવે ઉપર આવેલા ગ્રીનેસ્ટા રબ્બર એલએલપી નામના કારખાનામાં આજે વહેલી સવારે આગ લગતા મોરબી અને રાજકોટ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવેલ જેથી મોરબી અને રાજકોટથી ફાયર ફાયટરો આગ બુઝાવવા આવ્યા હતા. આગ રબ્બરના રોમટિરિયલના જથ્થામાં લગતા થોડા સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કલાકો સુધી મોરબી અને રાજકોટના ફાયર ફાયટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવામાં આવી હતી. જો કે આ આગની ઘટનામાં કોઈ જાનહાનીના થયલ નથી તેવુ સુત્રોના હવાલેથી જાણવા મળેલ છે.





