ટંકારાના સરાયા ગામે ભાઇ-ભાઇના ઝઘડામાં સમજાવવા વચ્ચે પડેલ મિત્ર ઉપર પણ ધારિયા વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારાનાં હિરાપર ગામે રહેતા રાજેશભાઈ હરીભાઇ સારેસાએ આરોપી હકુડો સંધી (રહે. સરાયા તા. ટંકારા) સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી પોતાના ભાઈ સાથે ઝઘડો કરતો હોય જે ફરિયાદીનો મિત્ર હોય ફરિયાદી વચ્ચે પડી તેઓને ઝઘડો નહિ કરવા સમજાવા જાતા આરોપીએ પોતાની પાસે રહેલ ધારીયા વડે આરોપીને માથામાં ઘારીયાનો ઘા મારી તેમજ શરીરે ઢીકાપાટુનો મુંઢ માર મારી જાતી પ્રત્યે હડધૂત કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.