ટંકારા નજીક હાર્ટ એટેક થી યુવાનનું મોત.
દિવસેને દિવસે હાર્ટ એટેકના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં હાર્ટ એટેક થી વધુ એક વ્યક્તિનું મોત થયું છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા નજીક સાલદીપ વિનાઈલ ફેકટરીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના વતની રામ સીધારે ઉ.40 નામના યુવાન શ્રમિકને બપોરના સમયે છતીમાં અચાનક દુખાવો ઉપડતા ટંકારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબે હાર્ટએટેકથી મૃત્યુ થયાનું જાહેર કરતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





