Tuesday, March 10, 2026

ટંકારા તાલુકાના નસિતપર ગામથી રાજપર જવાના રસ્તે દેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઈ.

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના નસિતપર ગામથી રાજપર જવાના રસ્તે દેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઈ.

ટંકારા તાલુકાના નસીતપર ગામથી રાજપર જવાના રસ્તેથી મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે દેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી લઈ એક શખ્સને દબોચી લીધો હતો. જ્યારે આ દારૂ ખરીદનાર હાજર નહી મળી આવતા ફરાર દર્શવાવામાં આવ્યો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમે ટંકારા તાલુકાના નસીતપરથી રાજપર જવાના માર્ગ ઉપરથી બાતમીને આધારે ઇકો કારમાં 45 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 900નો જથ્થો લઈને નીકળેલા મોરબી જોન્સ નગરના અજરૂદિન અકબરભાઈ જામ નામના શખ્સને ઝડપી લઈ રૂપિયા 1 લાખની ઇકો કાર કબ્જે કરી હતી.આરોપી અજરૂદીને દેશી દારૂનો આ જથ્થો નસીતપર ગામના અશોકસિંહ ઉર્ફે ધોરીયો હનુભા ઝાલાને આપવાનો હોવાની કબૂલાત આપતા એલસીબી ટીમે અશોકસિંહને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

Related Articles

Total Website visit

1,595,277

TRENDING NOW