ટંકારા તાલુકાના છતરમાં ગામે ત્રણ સામે નોંધાઈ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ટંકારા મામલતદાર નરેન્દ્ર પુંજાભાઈ શુક્લ (ઉ.૫૫) એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે છતર ગામે રહેતા ચીમનભાઈ મંછારામ અગ્રાવત એ છતર ગામના સરકારી ખરાબાના સર્વે નંબર-૯૬ પૈકી ૧. ની જમીન હે.૩-૨૩-૭૫ ચો.મી. વાળી જે જમીન શરત ભંગ થતા તા.૩૦-૦૮-૧૯૮૮ થી સરકાર દાખલ થયેલ તેમ છતાં સદરહુ જગ્યામાં આરોપી ચીમનલાલ અગ્રાવતે પોતાનો કબજો ચાલુ રાખી તેમાં અજમાનું વાવેતર કરી ગેરકાયદેસર કબજો કરી દબાણ કરી કબજો આજદિન સુધી ચાલુ રાખ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે તો ટંકારા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય બનાવમાં ટંકારા મામલતદાર નરેન્દ્રભાઈ પુંજાભાઈ શુક્લએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી મનોજભાઈ રમણીકભાઈ અગ્રાવત અને વિપુલભાઈ રમણીકભાઈ અગ્રાવત રહે-બંને છતર ગામએ છતર ગામના સરકારી ખરાબાના સર્વે નંબર-૧૬૭ વાળી જમીનમાં પોતે સંતકૃપા હોટલ બનાવી આશરે ૨૬૦૦ ચો.મી. જમીનમાં આશરે પાંચ વર્ષથી દબાણ કરી ગેરકાયદેસર કબજો કરી આજદિન સુધી કબજો ચાલુ રાખ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે તો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.